પ્રેમલગ્ન કરનાર યુવતી ઘરે આવતાં ફોઈના દીકરાએ કરી પતિ સાથે મારામારી


પ્રેમ લગ્ન કરનાર ધિણોજની યુવતી પોતાના પતિ સાથે મહેસાણા નાગલપુર મધ્યે ઘેર આવતાં ભાઈ એવા ફોઈના દીકરાઓએ તેણીના પતિને રિવોલ્વર જેવું હથિયાર દેખાડીને માર માર્યો હતો. સામે પક્ષે બોરીયાવીના યુવાને તેણીના પતિ અને સસરા સામે કુહાડી મારી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામના ચૌધરી રાજુભાઈ સેંધાભાઈની દીકરી મિતલબેને મહેસાણાના નાગલપુર ગામના વતની અને હાલ અમદાવાદ મધ્યે જૂના વાડજની માલધારી વસાહતમાં રહેતા મગનભાઈ દેસાઈના દીકરા શૈલેષ દેસાઈ સાથે નવેમ્બર 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર પછી બંનેના ઘરે આ પ્રેમ લગ્ન અંગે જાણ થતાં બંને પરિવારના માણસોએ એકત્ર થઈ પ્રેમ લગ્ન અંગે સમાધાન કર્યું હતું અને મિત્તલે શૈલેષ દેસાઈ સાથે સંપર્ક રાખ્યો ન હતો.
2021માં ફરીથી શૈલેષ દેસાઈ સાથે મિત્તલને સંપર્ક થતા તેણીની છ મહિના અગાઉ એપ્રિલ 2022માં ભાગી જઈને અમદાવાદ શૈલેષના ઘરે રહેતી હતી.આ દરમિયાન હાલમાં નવરાત્રીની આઠમ નિમિત્તે માતાજીનું નિવેદ કરવા ઘરે આવેલી મિત્તલને 2 ઓક્ટોબરના રોજ તેણીના ફોઈના દીકરા બોરીયાવીના ચૌધરી સતિષ અને ચૌધરી ચિરાગ આવ્યા હતા અને તેણીના પતિ શૈલેષને ઘરની બહાર લાવી ઝપાઝપી કરી મારામારી કઋ રહ્યા હતા. ત્યારે રાડારાડી થતાં મિત્તલબેને ઘરની બહાર આવી પોતાના પતિને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા.
ત્યારે સતિષ ચૌધરીએ રિવોલ્વર જેવું હથિયાર કાઢીને શૈલેષને તું અહીંયા કેમ આવ્યો છે. તને જાનથી મારી નાખવાનો છેનું કહેતા શૈલેષભાઈએ તે પકડી લેતા આસપાસના માણસો એકઠા થઈ જતા બંને જણા જતા રહ્યા હતા. આ બાબતે મિત્તલબેને પોતાના ફોઈના દીકરા સતિષ લક્ષ્મણભાઈ ચૌધરી અને ચિરાગ બાબુભાઈ ચૌધરી રહે બોરીયાવી બંને સામે જ્યારે સામે પક્ષે સતીશ ચૌધરી મામાની દીકરી મિત્તલે શૈલેષ દેસાઈ સાથે પ્રેમ લગ્ન કરેલ હોવાટી તેને સમજાવવા જતા શૈલેષ દેસાઈએ કુહાડી લઈને તું અહીં કેમ આવ્યો છે નું કહી માથામાં કુહાડી મારીને ઇજા પહોંચાડી હતી જ્યારે તેના પિતા મગનભાઈ દેસાઈએ લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ સતિષ ચૌધરીએ શૈલેષ મગનભાઈ દેસાઈ અને મગનભાઈ દેસાઈ રહે નાગલપુર મહેસાણા સામે દાખલ કરાવી છે.