151 મીટરની ચકાસણી કરતાં 16 હજાર યુનિટની વીજ ચોરી ઝડપાઇ

copy image

નવરાત્રિ પર્વે વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે તંત્રએ ટીમો બનાવીને રેડ પાડી હતી. જેમાં ઘરવપરાશ , કોમર્શીયલના કુલ 151 વીજમીટર ચકાસતા 29 વીજચોરને પકડી પાડીને 12 લાખ ઉપરાંત રકમની વીજચોરી પકડી હતી.

આણંદ શહેર સહિત વિદ્યાનગર ,કરમસદ, ઉમરેઠ ,પેટલાદ તથા ખંભાત તાલુકામાં 13 જેટલી ટીમો બનાવીને દિનપ્રતિદિન વીજચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ઘર વપરાશ અને કોમર્શીયલના 151 વીજમીટર તપાસવામાં આવતાં 16 હજાર ઉપરાંત યુનિટની વીજ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જો કે ઘરવપરાશ અને કોમર્શીયલ 29 વીજ ધારકોને રૂા. 12 લાખ દંડ કરવામાં આવ્યો હોવાનું વીજતંત્રના અધિકારી એમ.ડી.રાઠવાએ જણાવ્યું હતું