આણંદમાં મોબાઇલ ચોરી કરતાં બે આરોપી પકડાયા, 22 જેટલા મોબાઇલ જબ્બે

આણંદ શહેરની બોરસદ ચોકડી મધ્યેથી શાહરૂખમિયાં આબાદમિયાં મલેક (રહે. પેટલાદ)ને શંકાના આધારે પકડી લઇ તેની અંગ ઝડતી કરતા અલગ અલગ કંપનીના 13 મોબાઇલ મળ્યા હતાં. આ બાબતે પુછફરછ કરતાં તે આણંદ, ખેડાના ધાર્મિક સ્થળ, મેળા ભરતા હોય તેવી ભીડભાડ વાળી જગ્યા, રીક્ષામાં મુસાફરોની નજર ચુકવી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. તેમજ આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે યાદાદા કોમ્પ્લેક્સ નજીકથી મોહસીન ઉર્ફે છોટુ રિફાકત અબ્દાલ (રહે.પેટલાદ)ને પકડી તપાસતા 9 મોબાઇલ મળ્યા હતાં. આ બાબતે પુછતાં તે આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ અને વડોદરા વિસ્તારમાં રીક્ષામાં બેઠેલા મુસાફરની નજર ચુકવી ચોરી કરી હોવાની કબુલ્યુ હતું. આ કબુલાત આધારે એલસીબીએ શાહરૂખમિયા મલેક અને મોહસીન ઉર્ફે છોટુ અબ્દાલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. કુલ 22 મોબાઇલ કિંમત રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.