જામનગરની ન્યુ પીજી હોસ્ટેલમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન દોર ટૂંકાવી


જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ મેડિલક કેમ્પસમાં આવેલી ન્યુ પીજી હોસ્ટેલના ચોથા માળે એક યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઓરડામાં રહેતા અભ્યાસી તબીબે સ્ટાફને જાણ કર્યા બાદ દોડી આવેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરાઈ છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ આવેલા મેડિકલ કેમ્પસમાં ન્યુ પીજી હોસ્ટેલમાં ચોથા માળે આવેલા રૂમ નં.402ના ઓરડામાં કામ કરવા માટે આવતી એક યુવતીએ તેજ ઓરડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે બનાવની જાણ ઓરડામાં રહેતા અભ્યાસી તબીબને થતા પોલીસ તથા હોસ્પિટલના તંત્રને તેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીને નીચે ઉતારી તપાસ કરતા તે યુવતી મૃત્યુ પામેલી જણાઈ હતી. આ યુવતીના પરિવારને જાણ કરવા અને તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઇ હતી. આ યુવતીએ પ્રેમ કે અન્ય કોઈ કારણોસર આપઘાત કર્યો હોવાની શંકા સેવી પોલીસે તે દિશામાં આગળ તપાસ કરી છે.