જામનગર શહેરમાં જુગાર મામલે ત્રણ સ્થળે દરોડા: 3 મહિલા સહિત 8 સખ્શોની અટકાયત કરાઇ


જામનગર શહેરમાં પોલીસે જુગાર મામલે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, અને 3 મહિલા સહિત 8 શખ્સોની ધરપકડ કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી વિજયાબા બટુકસિંહ રાયજાદા, સજજનબા વિક્રમસિંહ સોઢા, દેવુભા ભઇલુભા સોઢા અને યશપાલસિંહ વનરાજસિંહ જાડેજા વગેરેની ધરપકડ કરી લઈ તેઓ પાસેથી 12,130 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે.
જુગારનો બીજો દરોડો નાગનાથ નાકા વિસ્તારમાં મેઘવારવાસમાં પાડાયો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડીપાષાનો જુગાર રમી રહેલા ઉમર હાજીભાઈ ખફી તથા દેવરાજભાઈ રાજાભાઈ પરમાર ની પોલીસે ધરપકડ કરી લઈ તેઓ પાસેથી 10,550 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે.તેમજ જામનગરમાં એસટી ડેપો સામેથી જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા આશિષ હસમુખભાઈ તથા ભાવિન જગદીશભાઈ પમનાણીની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ જપ્ત કરી છે.પોલીસે જુદા જુદા દરોડામાં ઝડપાયેલા તમામ સામે જુગારધારાની કલમ તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાના થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી.