બગડુ ગામમાં રહેણાંકના દાખલા મામલે તલાટી અને અરજદાર વચ્ચે મારામારી

બગડું ગામમાં રહેતાં રવિભાઈ રમેશભાઈ સાયરીયાએ દાખલ કરેલ ફરિયાદ અનુસાર,રવિભાઈ તલાટી પાસે રહેણાંકના દાખલામાં સહી કરાવવા માટે ગયાં હતાં.એ દરમિયાન તલાટીએ કહ્યું હતું કે હમણાં સહી કરી આપું થોડી વાર ઉભા રહો અને રવિ ત્યાં થોડીવાર ઉભો હતો ત્યારબાદ રવીના પિતા રમેશભાઈ ત્યાં આવ્યાં હતાં અને દાખલા બાબતે સરપંચ રસિકભાઈ સાથે ઉંચા અવાજે વાત કરતાં હતાં.

તેમને નીચા અવાજે વાત કરવાનું કહી ગાળો આપી હતી જો કે ગાળો બોલવાની ના કહેતા સિદ્ધરાજ સાંદરક એકદમ ઉશ્કેરાઈ જઈ પંચાયત કચેરીમાં પડેલ લોખંડની કચરા પેટી લઈ માથાના ભાગમાં મારી ઈજા પહોંચાડી હતી અને ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

જ્યારે તલાટી મંત્રી સિદ્ધરાજ ભીખાભાઈ ચાંદરડે દાખલ કરાવેલી ફરિયાદ અનુસાર, સિદ્ધરાજભાઈ પોતાની ફરજ ના ભાગરૂપે પંચાયત કચેરીએ હાજર હોય એ દરમિયાન રવિ રમેશભાઈ સાપરીયા,રમેશ સાપરિયા,જે કી સાપરિયા,રવીના માતા તૈયાર ફોર્મેટ વાળા દાખલા લઈ આવી સહી કરવાનું કહ્યું હતું જો કે કાર્યક્ષેત્રમાં ન આવતું હોય તલાટી સિદ્ધરાજે સહી કરવાની ના પાડી હતી.

તેમ છતાં પણ દાખલો કાઢી આપવાનું દબાણ કરી રવિ અને રમેશે ગાળો બોલી  હતી અને ઢીકાપાટુનો માર મારી ખોટા કેસમાં ફસાવી અને નોકરી પરથી ઉતારી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત જે કી અને રવીના માતાએ લાકડી વડે માર માર્યો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો  છે.પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.