ભરૂચના ઝનોરમાં દુકાનદારે પ્લાસ્ટિકના ગ્લાસ નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું

ભરૂચ તાલુકાના ઝનોર ગામની ચોકડી પાસેની દુકાનમાં સોડાની બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ માંગતાં તેમણે નહીં આપતાં બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. નબીપુર પોલીસ મથકે બંને પક્ષની ક્રોસ ફરિયાદના આધારે 14 લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના ઝનોર ગામમાં આવેલાં ટાંકી ફળિયા મધ્યે રહેતી દિપ્તી દિલીપ માછી અને તેના પતિ તથા દિયર ઝનોર ચોકડી પસે શિવ સુપર જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે. આ દરમિયાનમાં બપોરના સમયે તેમના ગામમાં રહેતો કમલેશ ઉર્ફે કમો રમણ માછી તેમની દુકાને આવ્યો હતો અને તેણે સાદી સોડા અને પ્લાસ્ટિકના ગ્લાસ માંગ્યા હતાં.

દિપ્તીના પતિ દિલીપ માછીએ તેમની દુકાનમાં સોડા-ગ્લાસ ન હોવાનું જણાવતાં કમલેશે ઉશ્કેરાઇને તમે બીજા ગ્રાહકોને આપો છો મને નથી આપતાં કહીં ઝઘડો કરી તેના મિત્રોને બોલાવતાં સન્ની રાજુ માછી, દિપક ભરત માછી, કેતન રાજુ માછી, સાહિલ રાજુ માછી તથા રાહુલ રણજીત માછીએ તેમના પર હૂમલો કરી માર માર્યો હતો.