મોડાસા તાલુકામાંથી  ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલ 24લાખ રૂપિયા જેટલી માતબર રકમનો વિદેશી દારૂ સહિત 1 આરોપીને ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યો

image-111
copy image

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમી આધારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી મધ્યે વોચમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી એક ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં રૂપિયા 24 લાખની માતબર રકમનો વિદેશી દારૂ સહિત એક ઈસમની પોલીસે અટકાયત કરી છે. મહત્વનું એ છે કે રાજસ્થાનથી શામળાજી બોર્ડર થઈને છેક દાવલી સુધી આટલી મોટી રકમનો દારૂ ભરીને ટ્રક પહોંચી તો શું શામળાજી બોર્ડર અને શામળાજી પોલીસે ધ્યાન નહીં રાખ્યું હોય ?  અરવલ્લી પોલીસ આજે ઘોર નિંદ્રામાં ઝડપાઇ છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.