રાજકોટમાં વાહન પ૨ બેસવા મુદ્દે 6 ઈસમની દાદાગીરી, યુવકને માર માર્યો

copy image

વિદ્યાનગર મેઇન રોડ પર વાહન પ૨ બેસવા મુદ્દે 6 ઈસમએ દાદાગીરી કરી અને મંગલમ લેબોરેટરીમાં ઘુસી યુવકને નજીવી બાબતમાં મારમાર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી મંગલમ લેબોરેટરીમાં કામ કરતા યુવકના બાઇક પર બે આજાણ્યા ઈસમ બેઠા હતા, તેથી લેબોરેટરીમાં યુવકે બાઈક પર ન બેસવાનું જણાવ્યું હતું. તેથી બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા અને થોડીવાર પછી 6 જેટલા ઇસમો લેબોરેટરીમાં ધસી આવ્યા અને પેલા યુવકને બહાર લઈ જઈને તેને મારમાર્યો હતો. આ વિશે યુવકે જણાવ્યું હતું કે તેણે શાંતિપૂર્વક બાઈક પર બેસેલા લોકોને ત્યાં ન બેસવાનું સૂચન કર્યું હતું પરંતુ આટલી નાની બાબતે 6 જેટલા ઈસમ સાથે એ બંને આવ્યા હતા અને તેને મારમાર્યો હતો.

સમગ્ર બાબતે ભોગ બનનાર યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે PI  કે.એન.ભુંકણ અને સ્ટાફે વીડીયોમાં દેખાતા અને દાદાગીરી ક૨તા ઇસમોને પકડી લેવા તજવીજ શરૂ કરાઇ છે.