ડીસામાં ટ્યુશન ક્લાસ ચલાવનાર ગુરુએ સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું

ડીસામાં ફરી એક વખત ગુરુ-શિષ્યના સંબંધોને બદનામ કરતી ઘટના સામે આવી. ઘરે ભણાવવા જતા ઇસમે સગીર વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચરતા ડીસા ઉત્તર પોલીસ મથકમાં શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડીસા તાલુકાના એક ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન ટીચરે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. માલગઢ ગામમાં રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો. તે દરમિયાન એક દિવસ સગીરાને ટયુશન ટીચર બાઈક પર હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગય જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. જેની જાણ સગીરા સહિત તેના પરિવારજનોને થતા, ડીસા ઉત્તર પોલીસ મથકે પહોચી દુષ્કર્મ આચરનાર ઈસમ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.