બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ 8 સખ્શોને જુગાર રમતા પકડ્યા

image-121
copy image

ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે જુગાર રમતા આઠ જેટલા સખ્શોને પકડી પાડયા છે. જેમાં એલસીબી પોલીસે 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આઠ સખ્શો સામે ગઢ પોલીસ સ્ટેશન મધ્યે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફને ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચંડીસર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં તીનપતીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. હકીકતના આધારે એલસીબી પોલીસે દરોડો પાડતા ખેતરમાં વાવેલ બાજરીના વાવેતર કરેલ ખેતરના સેઢા પાસે ઝાડ નીચે કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા હતા. દરોડા દરમિયાન રમેશજી ટાંકરવાડિયા ઠાકોર, સાહેબ ખાન અયુબ ખાન પોલાદી, ઇમરાન ખાન નૂરખાન પોલાદી, સુરેશકુમાર નાઈ, વિક્રમકુમાર સોલંકી, જીતુભાઈ માળી, મહેન્દ્રકુમાર લુહાણા, પ્રવીણભાઈ ચંડીસરા, જુગાર રમતા પકડાઈ પડતાં તેની પાસેથી કુલ 17 હજાર 500 રૂપિયા મુદ્દામાલ સાથે પકડી આઠ સખ્શો સામે ગઢ પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.