પાટણના વધાસર નજીકથી સોલાર પ્લેટો તથા બેટરીનાં મુદ્દામાલ સાથે એક તસ્કર જબ્બે

image-124
copy image

પાટણ જિલ્લાના સરસવતી તાલુકાનાં વધાસર કુબાનાં રસ્તા ઉપર પાટણ એલસીબી પોલીસે બાતમી આધારે પ્રવિણ હિરાજી ઠાકોરની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી રૂા. કુલે રૂા.46000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાટણ સરસવતી તાલુકાનાં વધાસર કુબાનાં રસ્તા ઉપર પાટણ એલસીબી પોલીસે મળેલી બાતમી આધારે પ્રવિણ હિરાજી ઠાકોર રે. વધાસર તા. સરસ્વતીવાળાની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી રૂ. 35,000થી કિંમતનો ચોરેલી સાત નંગ સોલાર પ્લેટો 10,000થી બે બેટરી મળી કુલે રૂા.46000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીએ કબુલ કર્યું હતું કે, તેણે આ 7 સોલાર પ્લેટો કાંકરેજનાં ગુંઠાવાડાથી, સરીયદ હાઇવે ઉપર ઉભી રહેતી ટ્રકોમાંથી પાંચ બેટરીની તથા સરસ્વતિનાં શેરપુરા ગામમાં બોરનાં કેબલ વાયરની ચોરી કરી હતી. તેની સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરાયેલ છે.