સમીના ધારવણા વિસ્તારમાં ખેતરમાંથી દેશી બંદુક સાથે 2 ઇસમો પકડાયા

copy image

સમી નગરમાં આવેલા ધારવણા સમી વિસ્તારનાં એક ખેતરમાં એક પિતા-પુત્ર દેશી બનાવટની રૂા. 2500ની કિંમતની બંદુક તથા રૂા. 15000નું બાઇક અને રૂા. 2000નાં મોબાઇલ સાથે સમી પોલીસે બાતમી આધારે પકડી પાડ્યા હતાં.

પોલીસને બાતમી મળી હતી કે, ઉપરોકત ખેતરમાં રહેતા ગુલમહમદ હોતભાઇ સિંધી અને તેમનો પુત્ર ઇકબાલ બંને રે. મૂળ અમરાપુર પાર્ટી, તા. સમી વાળાઓ પોતાની પાસે ગેરકાયદેસરની દેશી હાથ બનાવટની બંદૂક રાખી ફરે છે. આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી ને તેઓ બાઇક પર આવતાં પોલીસે શંકાના આધારે ઉભા રાખીને તેઓની પૂછપરછ કરતાં આ બંદુકનાં સાધનીક કાગળો કે લાયસન્સ ન હોવાનું જણાવતાં પોલીસે બંદુક જપ્ત કરી તેમની સામે આર્મ એક્ટનો ગુનો દાખલ કર્યો હતો.