રાધનપુર પાસે બસ અને આઇસર વચ્ચે અકસ્માત: 7 લોકો ઘાયલ

image-123
copy image

રાધનપુર પાસે વહેલી સવારે બસ અને આઇસર વચ્ચે અકસામત થતા 7 લોકો ને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં લોકો ના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

શંખેશ્વરથી ભુજ તરફ જઈ રહેલી બસનો વહેલી સવારે રાધનપુર પાસે પહોંચતા બસ અને આઇસર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માત માં 7 લોકો ને નાની મોટી ઇજાઓ પહોચતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તો એક ને વધુ ઇજા પહોચતા પાટણ મધ્યે સારવાર માટે મોકલી અપાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.