આઇટીઆઇનાં શિક્ષકે ઠપકો આપતા છાત્રએ એસીડ પી હાથ પર બ્લેડના ઘા માર્યા

અમરેલીમા ચિતલ રોડ પર સિધ્ધી વિનાયક સોસાયટીમા રહેતો એક યુવક આઇટીઆઇમા અભ્યાસ કરતો હોવાથી શિક્ષકે પ્રેકટીકલ અને થીયરીની બુક માંગતા બુક પુરી થઇ ન હોવાથી શિક્ષકે ઠપકો આપતા તેણે પાર્કિંગમા જઇ એસીડ પી, હાથ પર બ્લેડના ચરકા મારી દેતા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી માહિતી મુજબ અહીના ચિતલ રોડ પર સિધ્ધી વિનાયક સોસાયટીમા રહેતા અરૂણભાઇ મુળજીભાઇ શેખવા (ઉ.વ.18) નામનો યુવક આઇટીઆઇમા અભ્યાસ કરતો હતો. અહી શિક્ષકે તેની પાસે પ્રેકટીકલ અને થીયરીની બુક માંગી પરંતુ બુક પુરી થઇ ન હોતા શિક્ષકે ઠપકો આપ્યો હતો. જેના કારણે અરૂણભાઇએ પાર્કિંગમા જઇ તેની પાસે રહેલી એસીડની બોટલમાથી એક ઢાંકણુ પી, હાથ પર બ્લેડના ચાર પાંચ ઘા મારી દીધા હતા. ઘટના વિશે એએસઆઇ એન.બી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.