આંબાવાડીમાં જુગાર રમતી મહિલા સહિત 6 પકડાયા, 69 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો


આંબાવાડીમાં પોતાના ઘરમાં તીન પત્તીનો જુગાર રમાડી સાથે પોતે રમતી મહિલા સહિત 6 લોકોને એલિસબ્રિજ પોલીસે પકડી પાડી તેમની પાસેથી રૂ.69 હજારના મુદામાલ કબ્જે કરાયો હતો. આંબાવાડી શ્રેયસ બ્રિજની બાજુમાં શિશિર એપાર્ટમેન્ટના બીજા માળે તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન ઘરના માલિક હેતલબેન પટેલ સાથે જુગાર રમતા કલ્પેશ જાદવ, કમલખાન પઠાણ, મહેબૂબ શેખ, અબ્દુલા અંસારી અને ઉમેદ કુરેશીની અટકાયત કરાઇ હતી.