અંજાર APMC નજીક ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું કરૂણ મોત નીપજયું


અંજાર APMC સામેથી બાઈક મારફતે પસાર થતા નવાગામના 27 વર્ષીય યુવાને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા યુવાન પડી ગયો અને પછી ટ્રકના પાછળના ટાયર યુવાન પરથી ફરી વળતા અડધું શરીર છુંદાઈ ગયું હતું. જેના કારણે યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ નવાગામમાં રહેતો 27 વર્ષીય પ્રભુભાઈ સાજણ રબારી અંજારના બેંકના કામ અર્થે આવ્યો હતો. તે અંજાર વરસામેડી રોડ પર આવેલ APMC નજીકથી પોતાની બાઈક મારફતે પસાર થઇ રહ્યો હતો.
ત્યારે પાછળથી ધસમસતી આવતી ટ્રકે તેને ટક્કર મારતા તે બાઈક પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે ટ્રકના પાછળના ટાયર તેના શરીર પરથી ફરી વળતા અડધું શરીર છુંદાઈ જવાના કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે અંજાર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.