માનગઢમાં વાહન સિઝર એજન્ટ ઉપર 7 શખ્સોએ કર્યો હુમલો

રાપરના માનગઢમાં વાહન સિઝર એજન્ટ તરીકે કામ કરતા યુવાન ઉપર 7 શખ્સોએ પાઇપ અને લાકડીથી હુમલો કર્યો હોવાની, તો નાગપુર લોદ્રાણી ખાતે આમંત્રણ આપવા આવેલા 13 વર્ષીય કીશોરને 2 જણાએ લાકડી વડે ફટકાર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અંજારના વરસામેડી એરપોર્ટ રોડ પર રહેતા અને લોન ભરપાઇ ન કરનાર લોકોના વાહન સિઝ કરવાનું કમિશન એજન્ટ તરીકે કામ કરતા 30 વર્ષીય હરેશભાઇ કનુભાઇ માતંગે આડેસર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ઼ કે, આ ઘટના તા.5/10 ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે બની હતી.

જેમાં સિઝર તરીકે તેઓ કામ કરતા હોવાનું મનદુ:ખ રાખી આદિપુરના કિશોરભાઇ દેવજીભાઇ મારૂ, મીઠીરોહરનો અજગર કાસાઇ, અંજારના દર્પણભાઇ મનિષભાઇ ભાટિયા, વરસામેડીના રાજાભાઇ આહિર, ગાંધીધામના ઇમરાનભાઇ મંદરા , મીઠીરોહરના અબ્દુલ્લા નામનો શખ્સ અને એક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો જેમાં લાકડી, લોખંડના પાઇપ અને ઢીકા પાટુનો માર મારી જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો સાથે નો઼ધાયેલા ગુનામાં તપાસ ભચાઉ વિભાગના DYSP ચલાવી રહ્યા છે.