દુષ્કર્મના ગુનામાં મધ્યસ્થ જેલ સજા કાપતા કેદીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

copy image

રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓની આત્મહત્યા અને આપઘાતની પ્રયાસના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક કેદીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલ મધ્યે સજા કાપી રહેલા કાચા કામના કેદી દિપક હરજન (ઉં.વ.20) આજે મધ્યસ્થ જેલ 2માં યાર્ડ નંબર 3માં વહેલી સવારે બાથરૂમમાં જઈ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આપઘાત વિશે જાણ થતા જેલ સ્ટાફ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. પરંતુ તબીબે મૃત જાહેર કર્યા પછી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી જેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.