કલોલ સાંતેજમાં ફેક્ટરીના માલિકની ગાડીનો કાચ તોડી રૂ.1,95,000 ભરેલી બેગની ઉઠાંતરી કરી બે ઈસમ છૂમંતર


કલોલ સાથેજમાં આવેલા સિદ્ધિવિનાયક એસ્ટેટમાં પટેલ પેટ પ્રી ફોર્મર્સ નામની કંપની ચલાવતા માલિક ઉત્સવ રમેશભાઈ પટેલના ભાગીદાર હિમાંશુ કાંતિલાલ પટેલ જેવો છેલ્લા આઠ વર્ષથી ભાગીદારીમાં આ ફેક્ટરી ચલાવી રહ્યા છે. ઉત્સવ ભાઈ રમેશભાઈ પટેલને વિપુલભાઈ હર્ષદભાઈ રાવલ પાસેથી ખાનગી કામના 1,95,000 રૂપિયા લેવાના હોવાથી તેમને ઉત્સવ પટેલને ફોન કરીને જણાવ્યું હતું.
અમદાવાદ સાયન્સ સીટી પાસે આવેલા પી.એમ.આંગડિયા પેઢીમાંથી 1,95,000 રૂપિયા લઈ લેજો. જેથી પટેલ ઉત્સવ સવારે 10:30 વાગ્યે ઘરેથી પોતાની ગાડી લઈને વિપુલભાઈ રાવળે બતાવેલ જગ્યા ઉપર પૈસા લેવા માટે ગયા હતા. સ્થળ ઉપર પીએમ આંગડિયાની પેઢીમાં ગયા પછી આશરે 10:50 એ ઉત્સવએ નાણા લઈ લીધા પછી તે પૈસા લેધરની બેગમાં મુકેલા હતા અને તે બેગ ગાડીના ડ્રાઇવર સીટની પાછળના ભાગમાં મુકી હતી.
ત્યારપછી ઉત્સવભાઈ પોતાની ગાડી લઈને સાથે જ મધ્યે આવેલી ફેક્ટરીએ અંદાજિત 11:30 વાગે પહોંચ્યા હતા. ત્યાર પછી તેમને તેમની ગાડી ફેક્ટરીની આગળ ઉભી રાખી. ઉત્સવભાઈ અંદર ગયા હતા. અંદર ગયા પછી અચાનક યાદ આવ્યું કે પૈસા ભરેલી બેગ તો ગાડીમાં જ રહી ગઈ, જેથી ઉત્સવભાઈ બેગ લેવા માટે પાછા ગાડી બાજુ ફર્યા હતા. તે સમયે તેમને જોયું તો ગાડીનો પાછળના ડાબાભાગનો કાચ તૂટેલો હતો અને અંદર પૈસા ભરેલી લેધરની બેગ ગાયબ થઈ ગઈ હતી.
જેથી ઉત્સવભાઈએ તેમની કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં જોયું કે એક કાળા કલરના બાઈક ઉપર બે અજાણ્યા સખ્શો પૈસા ભરેલ બેગ લઈને જતા દેખાતા હતા. સીસીટીવી ફૂટેજમાં તેમનો બાઈકનો નંબર પણ બરાબર દેખાતો હતો નહિ. ઉત્સવભાઈએ બે અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી ગાડીમાંથી 1,95,000 રૂપિયા ભરેલી બેગ ચોરી કરીને પલાયન થઈ ગયાની ફરિયાદ સાતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી.