ખેતરની ઓરડીનું તાળું તોડી ટૂબવેલનો 50 ફૂટ લાંબો કેબલની તસ્કરી કરી ચોર પલાયન


કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન હદમાં આવેલ મેડા આદરજ ગામમાં ખેતરમાંથી ઓરડીનું તાળું તોડી ટ્યુબવેલનો પચાસ ફૂટ લાંબો કેબલ ચોરી ચોર પલાયન થઈ જતા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કડી તાલુકાના મેડા આદરજ ગામમાં રહેતા રામભાઈ પટેલ કે પોતે ખેત મજુરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતે મેડાઆદરજ ગામમાં આવેલ પેપરલા આટા વાળા ખેતરમાં ડાગરની વાવણી કરેલ હોય તેમાં પિયત કરીને અને બોર બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે રામભાઈ પટેલ ડાંગરમાં પિયત કરવાનું હોવાથી ખેતરમાં આવ્યા હતા અને ખેતરમાં રહેલ ટ્યૂબવેલ (બોર) ચાલુ કરવા ગયા ત્યારે ઓરડીનું તાળું તૂટેલી હાલતમાં નજરે પડ્યું હતું.
કડી તાલુકાના મેડા આદરજ ગામમાં રામભાઈ પટેલના ખેતરમાં 50 ફૂટ ટ્યૂબવેલનો કેબલ ચોરી ચોર પલાયન થઈ ગયાં હતાં. જ્યારે રામભાઈએ ખેતરમાં જઈને ચાલુ કરવા ગયા અને ઓરડીનું લોક તૂટેલી હાલતમાં જોયું અને અંદર જઈને તપાસ કરતા 6 નવા ફ્યુઝ જોવા મળ્યા હતા નહિ અને પેનલ બોર્ડ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તેમને અન્ય તપાસ કરતા ટ્યૂબવેલમાં લગાવેલ કેબલ જોવા મળ્યો હતો નહિ તથા આજુબાજુ તપાસ કરતા તેમના ટ્યૂબવેલમાં લગાવેલ 50 ફૂટ કેબલની ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન મધ્યે દોડી આવી ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.