કડીની લુણાસણ કેનાલ નજીક આઈશર ગાડીએ પીકઅપ ડાલાને અડફેટે લેતા અકસ્માત; ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ


કડીના અણખોલ ગામનો વતની કે જે પીકઅપ ડાલામાં મંડપ ડેકોરેશનનો સામાન ભરીને લુણાસણ ગામમાં માલ સામાન પહોંચાડી પાછા ફરી રહ્યા હતા ત્યાંજ રસ્તામાં આઈશર ગાડીએ પીકઅપ ડાલાને ઠોકર મારતાં પીકઅપ ચાલકને ગંભીર ઇજા થઈ હતી. ત્યાર પછી એમ્બ્યુલન્સ વડે તેને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
કડી તાલુકાના અણખોલ ગામમાં રહેતાં અજય બજાણીયા કે જેઓ પીકઅપ ડાલુ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ અણખોલ ગામેથી ડાલામાં મંડપ ડેકોરેશનનો સામાન ભરીને લુણાસણ ગામમાં ખાલી કરવા ગયાં હતાં. સામાન ખાલી કરીને પાછા અણખોલ આવવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન લુણાસણ કેનાલ પાસે પહોંચતા સામેથી આવી રહેલા આઈશરે પીકઅપ ડાલાને ધડાકાભેર ઠોકર મારી હતી. આ જોરદાર ટક્કરને લીધે પીકઅપ ડાલાના ડ્રાઇવર અજય બજારિયાને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
અકસ્માત સર્જાતા આઇશર ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. જ્યાં રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં આઈશર ચાલક વિરૂધ્ધ ગુનોં નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.