જામનગર શહેરમાં સિનિયર સીટીઝનના પેન્શનની રકમમાં વધારો કરવા માંગ સાથે સૂત્રોચાર કરાયા


સિનિયર સીટીઝનના પેન્શનની રકમમાં વધારો કરવા સહિતની માંગણી સાથે વિશ્વ પેન્શન દિવસે જુદા-જુદા યુનિયનોના સભ્યો દ્વારા દેખાવ તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. કેન્દ્ર સરકારે વ્યાજદરમાં 0.2 ટકાનો વધારો કરી અન્યાય કર્યાનો આક્ષેપ પણ પેન્શનર યુનિયનો દ્વારા કરકામા આવ્યો છે.
ઓલ ઇન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસોસીએશન સહિતા પેન્શનર્સ યુનિયનોના સભ્યોએ વિશ્વ પેન્શન દિનના પડતર માંગણી અને પ્રશ્નો નિવારવા માટે દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા હતાં. સરકાર તરફથી પેન્શનર્સ સિવાયના સિનીયર સીટીઝનને મળતી પેન્શનની રકમમાં વધારો કરવા, રેલવેમાં સિનિયર સીટીઝનને મળતા કન્શેસન પુન: શરૂ કરવા માંગણી કરાઈ છે.
તેમજ કેન્દ્ર સરકારે સિનિયર સીટીઝન સેવીંગ સ્કીમના બેંક અને પોસ્ટ ઓફીસમાં 7.4 ટકામાં ફકત 0.2 ટકા વધારો કર્યો છે જે વ્યાજબી નથી. રિઝર્વ બેંકે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં 1.5 ટકાનો વધારો કર્યો છે. જયારે કેન્દ્ર સરકારે ફકત 0.2 ટકા વધારો કરી સિનીયર સીટીઝનને અન્યાય કરવાનો આક્ષેપ કર્યો છે.