પાટડીના બે ઇસમોને ચોરેલા બે બાઇક સાથે પોલીસે ઝડપ્યા

image-144
copy image

સુરેન્દ્રનગરની એલસીબી ટીમે બાતમીના આધારે પાટડી બાજપાઇનગરમાં રેડ પાડી બે ઇસમોને ચોરેલા બે બાઇક જેની કિંમત રૂ. 50,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યાં હતા. જેમાં એક બાઇક ધોળકા સર્કલ નજીકથી અને બીજુ બાઇક ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાંથી ચોરી કર્યું હોવાનું ખુલ્યું હતું.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલિસ સ્ટાફને પૂર્વેથી મળેલી બાતમીના આધારે પાટડી બાજપાઇનગરમાં શાહરૂખભાઇ મુલતાનીના ઘેર રેડ પાડી હતી. આ રેડમાં પાટડી બાજપાઇનગરમાં રહેતા શાહરૂખભાઇ યુનુશભાઇ મુલતાની ( ઉંમર વર્ષ-23 ) તથા તુષાર અશોકભાઇ ઠાકોર ( ઉંમર વર્ષ- 19 )ને કાળા અને સિલ્વર કલરના રૂ. 50,000ની કિંમતના બે ચોરી કરેલા બાઇક સાથે પકડી લીધા હતા.

જેમાં એક બાઇક આજથી દોઢેક મહિના પૂર્વે અમદાવાદ, સરખેજ ગામના ધોળકા સર્કલ નજીક રોડની સાઇડમાંથી ચોરી કર્યું હતું. જ્યારે અન્ય બાઇક આજથી એકાદ મહિના પહેલા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાંથી ચોરી કરી હોવાનું ખુલ્યું હતુ. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પી.આઇ. વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ, દિલીપભાઇ, સંજયભાઇ અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર રહ્યો હતો.