વેસુમાં નંદની વન રેસીડેન્સીમાં નવમા માળે ફ્લેટમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો


સુર વેસુ વિસ્તારમાં આવેલી નંદની વન રેસીડેન્સીમાં નવમા માળે ફ્લેટમાં આગ લાગવાની બનાવ બનતા એ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને કોલ કરતાં ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
નંદની વન રેસીડેન્સીના ફ્લેટ નંબર 901માં એકાએક ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા હતા. ધુમાડો નીકળતાની સાથે જ ફ્લેટમાં રહેલા લોકો દ્વારા બૂમાબૂમ કરવા લાગટ્યા હતા. લોકો ગભરાઈને નીચે દોડી આવ્યા હતા. નવમા માળે આગ લાગતા તમામ ફ્લોરના લોકો નીચે આવી ગયા હતા. આસપાસની વીંગમાં પણ લોકો ડરી ગયા હતા. આગ ફેલાયાની ચિંતા બાજુના ફ્લેટમાં ઉપરાંત અન્ય લોકોને હતી.
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે નંદની વન રેસીડેન્સીમાં આગ લાગવાનો બનાવ બંતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને કુલિંગની કામગીરી શરૂ કરાઈ હતી. અમારી એક ટીમ લિફ્ટ મારફતે નવમા માટે પહોંચી અને બીજી ટીમ દ્વારા ટર્ન ટેબલ લેડર (TTL)ની મદદથી નવમા માળે સુધી પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી.