મહેસાણાની રાધનપુર ચોકડી નજીક ચાણસ્મા જઈ રહેલી બસમાં ચડતા સમયે મુસાફરના ફોનની તસ્કરી


મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર ચોકડી નજીક ચોરીની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફર બસમાં ચડવા જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યો કોઈ સખ્શે તેના ફોનની ચોરી કરી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જેથી મુસાફરે પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામના બોરીચા ભોજાભાઈ 7 ઓક્ટોબર દરમિયાન મહેસાણા મધ્યે આવ્યાં હતા. સાંજે સાડા પાંચ કલાકે રાધનપુર ચોકડીથી ચાણસ્માની બસ આવતા બસમાં બેસવા ગયા એ સમયે ધક્કા મૂકી થતા ફરિયાદીના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલો ફોનની અજાણ્યા સખ્શે ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ મુસાફરને બસમાં બેસ્યાં બાદ થઈ હતી. જેથી આ ઘટનાને લઈ મુસાફરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.