છોટા ઉદેપુરમાં ચોરીની બાઇક સાથે એક શખ્સ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

છોટા ઉદેપુર જિલ્લા એલ.સી.બી.એ ​​બાઈક ચોરી કરનારને પકડી પાડ્યો ચ્હે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો છે. જેથી પરપ્રાંતમાંથી બાઈક ચોરો દિન પ્રતિદિન ખૂબ સક્રિય બનવા પામ્યા છે.

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ચોરીની બાઈક સાથે છોટા ઉદેપુર આવવાનો છે. જેથી છોટા ઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ચોરીની બાઈક આવતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બાઈક ચોરીની હોવાનું કબૂલતા જીલ્લા એલ.સી.બી.એ આરોપી વિપુલ જેસિંગ રાઠવા રહે સુરખેડાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.