અમદાવાદના અદાણી સર્કલ નજીક ટેન્કર પલટી મારી જતાં અફરાતફરી મચી, ફાયર બ્રિગેડે ખસેડવાની કામગીરી કરી

image-152
copy image

રામોલ અદાણી સર્કલ નજીક આજે વહેલી સવારે LPG ગેસ ભરેલી ટેન્કર પલાટી મારી ગયું. ટેન્કર પલટી મારતા આસપાસ અફરતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલમાં ટેન્કરને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે 10 વાગ્યાની વેળાએ રામોલ એસ.પી.રિંગ રોડ પર LPG ગેસ ભરીને આવી રહેલ ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ રાહદારીઓને જીવ તાળવે ચોંટી ગયા હતા. ટેન્કર પલટી મારતા ગેસ લીકેજ પણ શરૂ થયું છે. તેમજ રસ્તાની વચ્ચે ટેન્કર પલટી મારતા 3 કિમી જેટલો ટ્રાફિક જામ પણ સર્જાયો છે.

ઘટના અંગે જાણ થતાં ફાયરની 12 નાની-મોટી ગાડી આવી પહોંચી હતી. તેમજ સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાની થવા પામી નથી. હેવી ક્રેનની મદદથી ટેન્કર ખસેડવાની કામગીરી અત્યારે શરૂ કરાઈ છે.