તેલાવ કેનાલમાં ડૂબી જવાથી અમદાવાદના યુવકનું મોત નીપજયું

અમદાવાદ રાયખડ હવેલી વિસ્તારના 2 યુવક સાણંદ પાસે આવેલ તેલાવ ગામની નર્મદા કેનાલમાં નાહવા પડતાં ડૂબી જવાના કારણે 1નું મૃત્યુ થયું હતું. મળતી વિગતો મુજબ અમદાવાદ રાયખડ હવેલી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા પાર્થ સુરેશભાઈ અને તેનો મિત્ર હિંમત સુરેશભાઈ ઓડ બંને સાણંદ પાસે આવેલ તેલાવ ગામની નર્મદા કેનાલમાં નાહવા ગયા હતા. પાર્થ ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતુ, જ્યારે હિંમતનો બચી ગયો હતો. પાર્થના કુટુંબીજનો 3 દિવસથી પાર્થની શોધખોળ કરી રહ્યા હતા.
ત્યારે તેલાવ કેનાલમાં આજે લાશ મળતા ચાંગોદર પોલીસને જાણ થતા અમદાવાદ પોલીસ પાર્થના પરિવારજનોને ઓળખ માટે બોલાવવામાં આવતા, પાર્થના પરિવારજનો સહિત ચાંગોદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા પછી પાર્થની લાશને ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાંથી બહાર કાઢી સાણંદ સિવિલમાં પીએમ અર્થે મોકલી અપાઈ હતી. બનાવ અંગે ચાંગોદર પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.