અમદાવાદમાં યુવતીને ઈમેલમાં ગંદા મેસેજ મોકલનારા સામે ફરિયાદ નોંધાઈ

પ્રહલાદનગરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને બદનામ કરવા માટે અલગ અલગ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેના વિશે ગંદા મેસેજ તથા ફોટો મોકલનાર સામે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી.

નરોડામાં રહેતી અને પ્રહલાદનગરમાં એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતી યુવતીના કંપનીના ઈમેઈલ આઈડી પર અજાણ્યા ઈમેઈલથી બિભત્સ મેસેજ આવવાનુ શરૂ થયું હતું. આ વિશે યુવતીએ કંપનીના હેડને જાણ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.