ઓગણજ ટોલટેક્સ નજીક કારમાં દારૂની 48 બોટલ સાથે 2 આરોપીઓ ઝડપાયા

એસ.પી.રિંગ રોડ પર ઓગણજ ટોલ ટેક્સ નજીકથી કારમાં રૂ.70 હજારની કિંમતની 48 વિદેશી દારૂની બોટલ લઇને આવતા 2 આરોપીને સોલા હાઇકોર્ટ પોલીસે પકડી પાડ્યા છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસ.પી.રિંગરોડ પર પેટ્રોલિંગમા હતો ત્યારે બાતમીના આધારે ઓગણજ ટોલ ટેક્સ પાસે વોચમાં ગોઠવી સફેદ કલરની કારને પોલીસે ઊભી રખાવી હતી.
કારમાં બેઠેલા કિશનદાસ વૈષ્ણવ અને રવિન્દ્રસિંહ દેવડાને નીચે ઉચારી તપાસ કરતા રૂ.70 હજારની કિંમતની 48 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી બંને આરોપીની અટકાયત કરી હતી.