ભરતનગરમાંથી 1.39 કરોડની નકલી નોટો સાથે 5 સખ્શો પકડાયા

શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ રામ સોસાયટીમાંથી એસ.ઓ.જી પોલીસે રૂા.1.39 કરોડની નકલી નોટોના જથ્થા સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. ભાવનગરમાં નકલી નોટોનો આટલો મોટો જથ્થો પહેલીવાર પકડાયો છે.આ અંગે મળતી વિગત અનુસાર ભરતનગર રહેણાંકના એક મકાનમાં રૂપિયા બે હજારની ચલણી નોટો છાપવાનુ કામ ચાલી રહ્યુ હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા થોડા સમયથી વોચ રખાઈ રહી હતી.
આ દરમ્યાનમાં એક ઇસમને આજે ડુપ્લીકેટ નોટોની ડીલીવરી દેવાની હતી તે સમયે જ એસ.ઓ.જી. પી.આઈ ભરવાડ તથા સ્ટાફે દરોડો પાડી 1.39 કરોડની નકલી નોટો સાથે એક ભરવાડ, બે બારોટ અને અન્ય બે ઇસમોને પકડી પાડ્યા છે.
આ પૂર્વે ભાવનગરમાંથી અનેક વખત નકલી નોટો સાથે લોકો ઝડપાય છે ઉપરાંત જાલી નોટ છાપવાના સાધનો સહિત પણ અનેક લોકોને પોલીસતંત્રએ ઝડપ્યા છે તેમ છતા બે રોકટોક આ નકલી નોટ છાપવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી હતી. આટલી મોટી સંખ્યામાં પોલીસે ભાવનગરમાંથી પહેલી વખત નકલીનોટનો જથ્થો પકડેલ છે.