મહેસાણાના સમર્પણ ચોકમાં ગરબા જોવા ગયેલા યુવકનું ટુ વ્હિલર ચોરાયાના 7 દિવસ પછી ફરિયાદ નોંધાવાઇ

image-162
copy image

મહેસાણાના સમર્પણ ચોકમાં ગરબા જોવા ગયેલા યુવકનું ટુ વ્હિલર ચોર ચોરી કરી છૂમંતર થઈ જતા સમગ્ર બાબતે યુવકે મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

મહેસાણા શહેરમાં ડી માર્ટ નજીક આવેલા શિવગંગા સોસાયટીમાં રહેતા જયંતીજી ચેલાજી ઠાકોર 4 ઓક્ટોબરના સાંજે મહેસાણા સમર્પણ ચોકમાં પોતાના મોપેડ પર સવાર થઈ ગરબા જોવા માટે ગયા હતા જ્યાં તેઓએ પોતાનું મોપેડ પાર્ક કરી ગરબા જોવા માટે ગયા હતા. બે કલાક પછી ગરબા જોઈ પાછા આવ્યા ત્યારે પાર્ક કરેલ (GJ-2-CF-5494) નંબરની મોપેડ નજરે ન પડતા આસપાસ તપાસ કરી પરંતુ મોપેડ ક્યાંક ન મળતા અંતે ગઈ કાલે સાંજે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ચોરી મામલે ફરિયાદ દાખલ કરાવી હતી.