મહેસાણાના પુનાસણ ગામમાં ઘરના આંગણામાં પાર્ક કરેલા બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

મહેસાણા તાલુકામાં આવેલા પુનાસણ ગામમાં ઘર આંગણે પાર્ક કરેલા બાઇકની તસ્કરી અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
​​​​​પુનાસણ ગામમાં રહેતા ચૌધરી રાજ રમેશભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના અભ્યાસ માટે આવવા જવા માટે બાઈકનો ઉપયોગ કરે છે. ત્યારે તારીખ 2 ઓક્ટોબરના રોજ મહેસાણાથી આવ્યાં પછી પોતાનું બાઈક (GJ02CK6882) આંગણે પાર્ક કરી સુઈ ગયા હતા. એ સમયે રાત્રે અજાણ્યા કોઈ સખ્શો બાઈક ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
​​​​​​​સમગ્ર બાબતે ફરિયાદીએ પોતાના મિત્ર સર્કલ અને ગામમાં આસપાસના વિસ્તારમાં બાઈક અંગે તપાસ કરી હતી. બાઈક ક્યાંક ન મળતા ઇ.એફ.આઈ.આર કરી હતી. પરંતુ ફરિયાદ થયાનો કોઈ મેસેજ ન આવતા ફરીથી મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોંરી અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.