સાયલા થોરિયાળી ડેમમાં 80થી વધુ પાણી ચોરીનાં સાધાનો મળી આવ્યા

copy image

સાયલા શહેરની 20,000ની વસ્તીને પીવાના પાણીની સુવિધા માટે એકમાત્ર થોરિયાળી ડેમ છે. ઓછા વરસાદના લીધે ડેમમાં નહિવત પાણીની આવક છે. તાજેતરમાં સાયલા શહેરને પીવાના પાણીનો અનામત જથ્થો માત્ર 5 ફૂટ જોવા મળે છે. જેથી શહેરમાં પીવાની પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે. 1 ઝોનને 7 થી 8 દિવસ પાણી મળી રહે છે.

ગ્રામ પંચાયતે પાણી ચોરીની અનેક રજૂઆત તંત્રને કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરવામાં આવતા સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલા, પીન્ટુભાઇ જાડેજા, મહિપતસિંહ ચાવડા તથા પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ સાથે ડેમની તપાસ હાથ ધરવામાં આવતા 80થી વધુ પાણીની મોટર અને પાઈપ લાઈનો નજરે આવી હતી.

ત્યારે આ અંગે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલાએ કલેકટરને સાયલા શહેર માટે પીવાના પાણીના અનામત જથ્થાનો થોરિયાળી ડેમમાં છે માત્ર પાંચ ફૂટ પાણી જોવા મળે છે તેમાં 3 ફૂટ જેટલું પુરાણ હોવાને લીધે સાયલા શહેરનો અનામત જથ્થો માત્ર 2 ફૂટ ગણી શકાય તેવો પ્રાથમિક અનુમાન જોવા મળી રહ્યો છે. 80થી વધુ મોટરો અને પાઇપલાઇન દ્વારા પાણી ચોરી થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.