અમરેલીમાંથી બાઇકની ચોરી કરનાર ચોર સખ્શ ઝડપાયો

image-170

અમરેલીમાં તાજેતરમા બાઇકની ચોરી કરનાર પાલિતાણાના ઈસમને પોલીસે પકડી લીધો હતો. શહેરમા આવેલ ડો.ગોંડલીયાના દવાખાના પાસેની શેરીમાથી એક ચોર બાઇકની ચોરી કરીને લઇ જતા આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવાઈ હતી. જેને પગલે જિલ્લા પોલીસવડા હિમકર સિંહ અને નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન તળે સીટી પોલીસ મથકના પીઆઇ આઇ.જે.ગીડા તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસને પેટ્રોલીંગ દરમિયાન સાવરકુંડલા રોડ ફાટક પાસેથી પાલિતાણામા રહેતા ગોવિંદ સવજી વાઘેલા નામના ઈસમને ચોરાઉ બાઇક સાથે પકડી પાડી મુદામાલ જપ્ત કર્યો હતો.