છોટા ઉદેપુર એલ.સી.બી.એ 3 જગ્યાએ ચોરીને અંજામ આપનાર ચોરની અટકાયત કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો

છોટા ઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકર જીલ્લાના બોડેલી મધ્યે ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાની ફરિયાદ બોડેલી પોલીસ મથકે દાખલ કરાઇ હતી. જેને લઇને છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.દ્વારા અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકર સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવ્યા હતા. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવતા એલ.સી.બી.એ અનિલ ઉર્ફે વાડી વિક્રમ વણકરની અટકાયત કરી ભાવનગર જેલમાં ધકેલી દેવાયો છે.