દ્વારકા નજીક અકસ્માત : ટ્રકની અડફેટે આવી જતાં સ્કૂટર સવાર મહિલા અને તેમના બન્ને સંતાનો ઇજાગ્રસ્ત

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર વરવાળા હાઈ-વે પર ઇલેક્ટ્રીક સ્કૂટર લઈને જઈ રહેલી મહિલાને અકસ્માત નડ્યો. નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ભૂમિબેન ઝખરાભા ગીગલા નામના 33 વર્ષના હિન્દુ વાઘેર મહિલાને પુરપાટે અને બેદરકારીથી જઈ રહેલા ટ્રક ચાલકે ઠોકરરે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્કૂટર સવાર ભૂમિબેન અને તેમની સાથે જઈ રહેલા પાંચ વર્ષના પૃથ્વીરાજ અને પ્રિયાંશીબેનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચી હતી. આ ઘટના અંગે દ્વારકા પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.