મહેસાણામાં મોબાઈલની દુકાનમાં મધરાતે ચોર ઘૂસ્યો: તસ્કરીની ઘટના CCTVમાં થઈ કેદ

image-177
copy image

મહેસાણાના આંબલીયાસણમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક મોબાઈલની દુકાનમાં ચોર મધરાતે ઘુસી તસ્કરી કરતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચોર ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થયા છે.

મહેસાણા તાલુકામાં આવેલા આંબલીયાસણ ગામમાં સ્ટેશન બજારમાં આવેલી બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં દુકાનના મલિક જસુ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે 2.30 કલાક દરમ્યાન દુકાનમાં લાગેલા તાળા તોડી કોઈ અજાણ્યો સખ્શ દુકાનમાં ઘૂસે છે. બાદમાં દુકાનમાં રહેલા બે એન્ડ્રોઇડ મોબાઈલ, પાંચથી છ ફોન ઉપરાંત રોકડ મળી કુલ 45 હજારથી વધારેની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની લાઈવ ઘટના રેકોર્ડ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી.