ગાંધીધામમાં મોબાઈલ તથા રોકડની લૂંટ ચલાવનાર ત્રણ પૈકીના એક આરોપીને સખ્શને પોલીસે ઝડપ્યો

copy image

ગત તારીખ 19 ફેબ્રુઆરીનાં પડાણા નેશનલ હાઈવે રોડ પર ફરિયાદીને મારમારી મોબાઈલ, રોકડ સહિત 42,500ની લૂંટ ચલાવનાર ત્રણ પૈકી એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ વિશે મળતી માહિતી અનુસાર ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ સ્ટાફ્ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન મળેલ બાતમીના આધારે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર ત્રણ પૈકી એક આરોપી જાફર હાસમ કોરેજાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.દવે અને સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.