CRS પોર્ટલ પર જન્મ દાખલા માટે અરજીઓ પેન્ડિંગ, જિલ્લા કક્ષાના વિલંબથી અરજદારો પરેશાન.

     રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના આરોગ્યમંત્રીશ્રી તથા શ્રી આરોગ્ય સચિવ શ્રી તથા  કમિશ્નરશ્રી આરોગ્ય સેવાઓ અને તબીબી વિભાગ સાથોસાથ કરછ કલેક્ટર શ્રી અને  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કચ્છ તથા જિલ્લા રજીસ્ટ્રારજન્મ-મરણ સમક્ષ રજુઆત કરતા જણાવ્યું કે સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૫ પહેલાના જન્મ દાખલા કાઢવા માટે CRS પોર્ટલ પર જન્મ નોંધના આધારે એન્ટ્રી કરવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે પરંતુ વ્યવહારિક રીતે આ પ્રક્રિયા સરળ બનવાને બદલે સામાન્ય નાગરિકો માટે અતિશય મુશ્કેલી અને વિલંબનું કારણ બની રહી છે.હાલમાં અરજદાર દ્વારા CRS પોર્ટલ પર જરૂરી વિગતો સાથે અરજી કર્યા બાદ અરજદારને જણાવવામાં આવે છે કે “અરજી જિલ્લા કક્ષાએ મંજૂરી માટે ગઈ છેત્યાંથી મંજૂરી આવ્યા બાદ જ જન્મ દાખલો કાઢી શકાશે.” પરંતુ જિલ્લા કક્ષાએ આ અરજીઓની મંજૂરીની પ્રક્રિયામાં કેટલાય દિવસો અને ઘણી વખત લાંબો સમય વીતી જાય છે.પરિણામે જન્મ દાખલો મેળવવા માટે અરજદારને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છેખાસ કરીને નોંધનીય બાબત એ છે કે જન્મ દાખલો આજે માત્ર એક સામાન્ય પ્રમાણપત્ર રહ્યો નથીપરંતુ નાગરિક માટે ઓળખઉંમરશૈક્ષણિક પ્રવેશપાસપોર્ટસરકારી યોજનાઓનોકરી તથા અન્ય અનેક કાયદેસર અને સરકારી કામગીરી માટે અત્યંત મહત્વનો પુરાવો છે.આવી સ્થિતિમાં જરૂરી સરકારી દસ્તાવેજ મેળવવા માટે જો નાગરિકે અઠવાડિયા કે મહિનાઓ સુધી રાહ જોવી પડે તે અત્યંત ગંભીર બાબત છે.

           વધુમાંકેટલીક જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીઓ અંગે પણ ગંભીર રજૂઆતો મળી રહી છે કે ત્યાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરો/કર્મચારીઓ અરજદારોને યોગ્ય માહિતી કે સંતોષકારક જવાબ આપતા નથી.અરજી ક્યાં સુધી પહોંચીકયા તબક્કે પેન્ડિંગ છેમંજૂરી માટે કઈ પ્રક્રિયા બાકી છે વગેરે બાબતે અરજદારોને સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

             આ સમગ્ર બાબત માત્ર વહીવટી વિલંબનો પ્રશ્ન નથીપરંતુ સામાન્ય નાગરિકને તેના મૂળભૂત સરકારી દસ્તાવેજ માટે થઈ રહેલી બિનજરૂરી પરેશાનીનો પ્રશ્ન છે.૨૦૧૫ પહેલાંના જન્મ દાખલાની CRS પોર્ટલ પર પેન્ડિંગ તમામ અરજીઓની તાત્કાલિક સમીક્ષા કરી સમયમર્યાદામાં મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવે.

(૧) જિલ્લા કક્ષાએ અરજીઓ મંજૂર કરવામાં થતો વિલંબ અટકાવવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી જવાબદાર અધિકારીની જવાબદારી નિશ્ચિત કરવામાં આવે. (૨) લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓની વિશેષ ઝુંબેશ હાથ ધરી તાત્કાલિક નિકાલ કરવામાં આવે.(૩) અરજદાર પોતાની અરજી કયા તબક્કે છે અને કોની પાસે પેન્ડિંગ છે તેની ઓનલાઈન સ્પષ્ટ માહિતી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. (૪) જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારોને યોગ્ય માહિતી ન આપતા તથા બેદરકારી દાખવતા કર્મચારીઓ અંગે તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે અને જરૂર જણાય ત્યાં શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. (૫) તમામ જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીઓને અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વર્તન તથા યોગ્ય માર્ગદર્શન આપવા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે.(૬) ગ્રામ્ય વિસ્તારના લોકોને વારંવાર કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે સરળપારદર્શક અને સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે. 

(૭) રાપર વિધાનસભા સહિત સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૧૫ પહેલાંના જન્મ દાખલાની અરજીઓ અંગે કેટલી અરજીઓ પેન્ડિંગ છેકેટલાની મંજૂરી થઈ છે અને કેટલાનો નિકાલ બાકી છે તેની જિલ્લા-વાર સમીક્ષા કરવામાં આવે.

 આ બાબતે માત્ર સામાન્ય સૂચના આપવાથી પ્રશ્નનો ઉકેલ આવશે નહીં. સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સમયમર્યાદા આપી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરાવી તેની જવાબદારી નક્કી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.આથી આ સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કડક સૂચનાઓ આપીપેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરાવવામાં આવે તથા અરજદારોને થઈ રહેલી પરેશાનીનો તાત્કાલિક અંત લાવવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી હતી.