ડ્રાઈવરે ભડભડાટ સળગતી ઘાસ ભરેલી ટ્રકને હાઈવેથી છેક માધાપર સુધી દોડાવી

COPY IMAGE

ભુજ તાલુકાના માધાપર પાસે ગુરુવારે બપોરે હાઈવે ઉપર જ ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. પરંતુ, ડ્રાઈવરે મોટી દુર્ઘટના ટાળવાના ઈરાદાથી ખુલ્લી જગ્યામાં લઈ જવા માટે માધાપર સુધી ટ્રક દોડાવી હતી, જેથી માર્ગોમાં સૌથી કોઈએ ઉચકજીવે ધ બર્નિંગ ટ્રકને નિહાળવા ઉત્કંઠા બતાવી હતી. સૂત્રો માંથી મળતી વિગતો મુજબ હાઈવે પેટ્રોલ પંપ પાસે કોઈ કારણોસર ટ્રકમાં ભરેલી ઘાસની બોરીઓમાં આગ લાગી હતી. ડ્રાઈવરે પોતાની સુઝબૂઝ મુજબ ખુલ્લા મેદાનમાં ટ્રકને હંકારી જવાનું ઉચિત સમજ્યું હતું, જેથી માર્ગોમાં આવતા વાહનચાલકો અને વટેમાર્ગુ ચિંતામાં મૂકાઈ ગયા હતા.
ત્યારબાદ ડ્રાઈવરે કબ્રસ્તાન પાસે સર્વિસ સેન્ટર પાસે ઊભી રાખી દીધી હતી અને આગ બૂઝાવવા મદદ માંગી હતી, જેથી સૌ કોઈ આગ ઓલાવવાની મદદમાં લાગી ગયા હતા. બીજી તરફ તાત્કાલિક ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડને કોલ કરી હકીકીતથી વાકેફ કરાયા હતા, જેથી ફાયર બ્રિગ્રેડની ટીમના સાવન ગોસ્વામી, વિશાલ ગઢવી, મહેશ ગોસ્વામી, સત્યજીતસિંહ ઝાલા, ઈમ્તિહાઝ સમા, સુનીલ મકવાણા, જગા રબારી, વિશાલ ગોર ઘટના સ્થળે આવી પહોંચાયા હતા. જેમણે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.