જખૌ બંદર પર ત્રીજા દિવસે વધુ 80 દબાણો દૂર કરાયા

jakhau
copy image

અબડાસા તાલુકાના જખૌ બંદર પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી અને બે દિવસમાં 225 દબાણો હટાવાયા પછી ત્રીજા દિવસે પણ વધુ 80 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં. અગાઉ કુલ 304 દબાણ કારોને નોટિસ પાઠવવામાં આવી હતી.

અંદાજે 90 % જખૌ બંદરરે ઊભા થયેલા બાંધકામો તૂટી ગયા છે. માછીમારો અને સ્થાનિક લોકોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તો બહારથી આવતા માછીમારો ત્રીજા દિવસે ખુલ્લામા રહેવા મજબૂર બની ગયા હતા. તો અનેક લોકો જખૌ સહિતના આસપાસના ગામોમાં હિજરત કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પરીક્ષાઓ ચાલુ હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 40 દબાણો બાકી રાખવામાં આવ્યા છે. જેથી કરીને તેમના અભ્યાસ પર અસર ન પડે. જોકે પરીક્ષા પૂર્ણ થયા બાદ આ દબાણોને પણ તોડી પાડવામાં આવશે.