કચ્છ પોલીસની જીપનો પીપરાળા ધોરીમાર્ગ પર ડંપર સાથે અકસ્માત, એક PSIનું મોત, 3 લોકો ઇજાગ્રસ્ત

copy image

પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર આડેસરથી સાંતલપુર તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર આવેલા પીપરાળા નજીક ગત મોડી રાત્રે પોલીસની જીપ અને ડંપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છના એક PSI નું સારવાર મળે તે પહેલાજ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત રાત્રીના 2 વાગ્યાની આસપાસ થયો હતો. જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના 4 અધિકારી સરકારી બોલેરો જીપમાં બનાસકાંઠા ખાતે આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્ત માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પીપરાળા સાંતલપુર વચ્ચેના માર્ગે ડગાચિયા દાદાના મંદિર પાસે પોલીસની જીપ અને ડંપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો