જૂનાગઢ સી. ડિવિજન પોલીસ સ્ટેશનના છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો

જૂનાગઢ સી. ડિવિજન પોલીસ સ્ટેશનના છેલ્લા 2 વર્ષથી ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ખલીલપુર ચોકડી પાસેથી પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે પકડી પાડ્યો હતો.
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધીક્ષક રવિતેજા વાસમશેટ્ટીની સુચના અને માર્ગદર્શનથી જૂનાગઢ જિલ્લામા આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ અલગ ગુનાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફ્લો સ્કોડને અને જિલ્લા પોલીસ તંત્રને કામગીરી અસરકારક કરવા સુચના અપાઈ હતી. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.એચ. સિંધવ પેરોલ ફ્લોસ્કોડના પી.એસ.આઈ વી. કે.ઉંજીયા એ.એસ.આઇ પ્રદીપભાઈ ગોહેલ એ એસ આઈ ઉમેશભાઈ વેગડા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા પો કોન્સ દિનેશભાઇ છૈયા પો કોન્સ જયેશ ભાઈ બાંભણીયાની ટીમ જૂનાગઢ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પેરોલ ફ્લો સ્કોર્ડના સ્ટાફને બાતમી મળેલી કે, જૂનાગઢ સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતો ફરતો આરોપી જેઠા થોભણ કટારા ખલીલપુર ચોકડી પાસે આટા ફેરા મારે છે. આ બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપી જેઠા થોભણભાઈ કટારાને ઝડપી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.