સુરેન્દ્રનગરના ઘનશ્યામપુરના ખેડૂતનો પગ લપસી જતા કેનાલમાં પડતા મોત નીપજયું

સુરેન્દ્રનગરના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલા ખેડૂત પાણી શરૂ કરવા માટે ગયા હતા. તે દરમિયાન વાયરમાં પગ અટકાઈ જતા તેઓ કેનાલમાં પડ્યા હતા. કેનાલમાં પડતાની સાથે જ આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલાઓને જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક પળે કેનાલમાંથી બહાર કાઢી અને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ હોસ્પિટલ મધ્યે લવાયા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં આઘાત લાગ્યો હતો. મળતી માહિતી મુજબ ઘનશ્યામપુર ગામ મધ્યે ખેડૂત પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે પાણીનું મશીન ચાલુ કરવા માટે કેનાલ પર ગયા હતા. ત્યારે પાણી ચાલુ કર્યા પછી પોતે અચાનક વાયરમાં પગ ફસાઈ જવાના કારણે કેનાલમાં પડ્યા હતા અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા. ત્યારે તેમને બેભાન અવસ્થામાં સુરેન્દ્રનગર મધ્યે સારવાર માટે આવ્યા હતા. ત્યાં દિલીપભાઈ જાદવ ઉંમર વર્ષ 37નું મોત નિપજતા ડોક્ટર દ્વારા એમને મૃત જાહેર કરાતા પરિવારમાં તથા આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલા લોકોમાં શોક છવાઈ ગયો હતો.