હરીપરથી સૂરજબારીટોલ સુધી ફરી 15 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો: વાહન ચાલકો કલાકો સુધી અટકાયા

<strong>હરીપરથી સૂરજબારીટોલ સુધી ફરી 15 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો: વાહન ચાલકો કલાકો સુધી અટકાયા</strong>

copy image

કચ્છ સૌરાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે પર અવાર- નવાર ટ્રાફિક જામ સર્જાતો રહે છે. આ સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા કોઇ પગલા ભરાયા નથી. ત્યારે ફરી હરીપરથી સૂરજબારી ટોલ સુધી ટ્રાફિક સર્જાતા કલાકો સુધી વાહન ચાલકો અટકાયા હતા. મળતી માહિતી અનુસાર રાત્રે કોઈ ચારા ભરેલી ટ્રક પલ્ટી મારી જતા રાત્રે ટ્રાફિક થયો હતો. તે છેક સવારે ક્લિયર થયો તો ફરી સવારના ભાગમાં સુરજબારીથી હરીપર વચ્ચે ખાડીમાં અને હરીપર બ્રિજ પાસે જુદી જુદી ત્રણ જગ્યાએ ટ્રકો ખોટવાઇ પડતાં તેને સાઈડ લેવામાં સમય લાગતાં 15 કિમી જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો જેને કિલીયર કરાવા માટે કલાકો નીકળી ગયા હતા.