રાપરના નંદાસરગામ નજીક ટ્રકમાં આગ ભભૂકી: ભચાઉ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો  

રાપરના નંદાસર ગામ નજીક ટ્રકમાં આગ ભભૂકી ભચાઉ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો  આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના નંદાસર ગામ નજીક મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી જવાની ઘટના ઘટી હતી જેથી ભચાઉ નગરપાલિકામાં જાણ કરાતા તાત્કાલિક ભચાઉ ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી  નંદાસર ગામની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને  કાબૂ માં લાવી  હતી આ કામગીરીમાં ફાયર વિભાગની ટીમના લીડર પ્રવીણભાઈ દાફડા તેમજ હેલ્પર કુલદીપભાઈ જોડાયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો