મહિલાએ ફોન રિસીવ ન કરતા પુરુષ મિત્રે મહિલા પર એસિડ ફેકતા ગંભીર રીતે દાઝી

copy image

વિંઝોલ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલાને તેના પુરુષ મિત્ર તેને વારંવાર ફોન કરતા મહિલાએ ફોન રિસીવ ન કરતા ઉશ્કેરાઈ ગયેલા પુરુષે મહિલાના મોંઢા પર એસિડ ફેંકતા તે ગંભીર રીતે દાઝી હતી આ અંગે મહિલાને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી માહિતી અનુસાર વિંઝોલમાં રહેતી 37 વર્ષીય એક સંતાનની માતાને તેના પતિ સાથે ન રહેતા તેના પિયરમાં રહે છે. છ વર્ષ અગાઉ આ મહિલા પ્રવીણ દિનેશભાઈ પરમાર (મૂળ રહે. ખારી વાવડી, પાટણ)ના સંપર્કમાં આવી હતી અને તેમની વચ્ચે મિત્રતાના સબંધો હતો. રાત્રે નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા ડ્યૂટી પર ગઈ હતી તે સમયે તેના મિત્ર પ્રવીણ પરમારે તેની સાથે વાત કરવા માટે ફોન કર્યો હતો જોકે મહિલાએ કોઈક કારણોસર તેનો ફોન રીસિવ કર્યો હતો નહિ, ત્યારપછી પ્રવિણે અનેક વખત ફોન કર્યા પણ મહિલાએ તેનો જવાબ આપ્યો હતો નહિ.

સવારે નોકરી પુરી કરી મહિલા બસમાં બેસીને બાપુનગર હીરાવાડી પુષ્પક બિલ્ડિંગ તરફથી જતી હતી તે સમય દરમિયાન પ્રવિણ પરમાર પાછળથી મહિલાની નજીક આવ્યો હતો અને મહિલા ઉપર એસિડ ફેંક્યું હતું. જેથી મહિલાને મોંઢાના ભાગમાં ગંભીર રીતે દાઝતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમણે 108માં ફોન કરતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ બાબતે મહિલાએ પ્રવીણ પરમાર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.