ધોરાજીમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ધોરાજીમાં એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે.નગરના બહારપૂરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કાંતિભાઈ, ઉ.વ. 42 એ કોઇ કારણસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.